ટંકારાના છતર ગામે ઝઘડામાં છોડાવવા ગયેલા યુવાનને માર પડ્યો

- text


ટકારા : ટંકારા તાલુકાના છતર ગામે કૌટુંબિક સગા સાથે ઝઘડો કરી રહેલા શખ્સોને સમજાવવા ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના છતર ગામે રહેતા એગરાજભાઇ ભાઇલાલભાઇ પરમારના ભાઈ અને કાકા સહિતના લોકો સાથે આરોપી રાજુભાઇ વસ્તાભાઇ પરમાર, અર્જન રાજુભાઇ પરમાર અને ક્રિષ્ના રાજુભાઇ પરમાર રહે -બધા છતર વાળા ઝઘડો કરતા હોય વચ્ચે છોડાવવા જતા ત્રણેય શખ્સોએ ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text