વાંકાનેરના ભલગામ ગામમાં 100 વારના પ્લોટ ફાળવણી મુદ્દે ટીડીઓને રજૂઆત 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ગામ તળની મંજૂરી હોવા છતાં જરૂરિયાતમંદ લોકોને 100 વારના પ્લોટની ફાળવણી થઈ રહી ન હોવાથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અરજદારોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, 2008માં ગામમાં ગામ તળની મંજૂરી મળી હોવા છતાં છેલ્લે 2011માં તંત્ર દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. 2011 થી અત્યાર સુધી એટલે કે 2022 સુધી કોઈપણ પ્રકારના પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. જેથી ગામના મજૂર વર્ગ, જરૂરિયાતમંદ, ખેત વિહોણા તથા છૂટાછવાયા લોકો દ્વારા અવાર-નવાર આ અંગે રજૂઆત કરાઈ છે છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરાઈ નથી. ત્યારે આ અંગે યોગ્ય પગલા લઈને જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક પ્લોટ ફાળવવામાં આવે તથા ગામમાં જે પ્રશ્ન છે તેનું નિરાકરણ કરવામાં આવે. 10 દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસની ચીમકી પણ અપાઈ છે.

- text

- text