હળવદના ઘનશ્યામપુરમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

- text


હળવદ : હળવદના ઘનશ્યામપુરમાં આવેલ સરકારી માધ્યમિક શાળામાં તાજેતરમાં તાલુકા કાનૂની સેવા સમિતિ,હળવદ દ્વારા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાનૂની શિક્ષણ શિબિરમાં મુખ્ય વક્તા તરીકે લીગલ એડવોકેટ ધ્રુવભાઇ આર. રાવલ અને તેમના સ્ટાફના કાનજીભાઈ પરમાર PLV (લીગલ આસી.),હળવદ કોર્ટમાંથી ઉપસ્થિત રહ્યા હતા.

કાનૂની શિક્ષણ શિબિરમાં ઉપસ્થિત મહેમાનઓનું શાળાના આચાર્ય એચ.એમ.પટેલ તેમજ મ.શિ.એ.જે.જાદવ દ્વારા પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. લીંગલ એડવોકેટ ધ્રુવભાઇ આર. રાવલ દ્વારા જેમાં ધો-૯ થી ૧૦માં અભ્યાસ કરતા ઉપસ્થિત કુલ-૦૬ વિદ્યાર્થીઓને POCSO ACT,તેમજ વિવિધ કાનૂની તેમજ ફોજદારી ગુનાઓની માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં શાળાના આચાર્ય એચ.એમ.પટેલનાં દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા વિષયને અનુરૂપ પ્રશ્નોતરી કરવામાં આવી જેમના પ્રશ્નોનું યોગ્ય સમાધાન લીગલ એડવોકેટ ધ્રુવભાઇ આર. રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું .કાર્યક્રમને અંતે શિક્ષિકા બેન પી.જે.પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

- text

- text