ધારાસભામાં 20 ટિકિટ અને બોર્ડ નિગમમાં સ્થાન માંગતો ગુજરાત પ્રજાપતિ સમાજ

- text


સાયલા ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠન દ્વારા યોજાયેલી બેઠકમાં ચૂંટણીની રણનીતિ ઘડાઈ

મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આજે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠન દ્વારા આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને સમાજની રણનીતિ નક્કી કરવા એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતભરના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ તેમજ પ્રદેશ હોદેદારોની હાજરીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સમાજની સ્પષ્ટ રણનીતિ જાહેર કરીને પ્રજાપતિ સમાજને ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે 20 ટીકીટ આપવાની માંગ કરી હતી.

પ્રજાપતિ સમાજને 20 ટીકીટ આપવાની સાથે ત્રણ બોર્ડ નિગમના ચેરમેન અને 20 ડિરેક્ટરોની પણ માંગ કરી હતી. પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં 55 લાખની વસ્તી ધરાવતો પ્રજાપતિ સમાજ ભાજપની વિચારધારાને વરેલો છે.ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠન દ્વારા આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજને પ્રતિનિધિત્વ આપવા અને સરકારમાં ભાગીદાર બનાવવાની હાકલ કરાઈ હતી.

પ્રદેશ કન્વીનરે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં પ્રજાપતિ સમાજને તો સમાજની રોષનો ભોગ બનવા તૈયાર રહેવા પણ ભાજપને ચેતવણી આપી હતી. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી 35 બેઠક ઉપર 35 સીટ ઉપર પ્રજાપતિ સમાજનું નિર્ણાયક પ્રભુત્વ છે એટલે પ્રજાપતિ સમાજને ચૂંટણીમાં યોગ્ય ન્યાય મળે તે જોવા ભાજપને તાકીદ કરી છે.

- text

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આજે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠનની યોજાયેલી ચૂંટણીલક્ષી મહત્વની બેઠકમાં ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠનના મુખ્ય કન્વીનર પીપળીધમના મહંત મુખીબાપુ, કચ્છના વાઘજીભાઈ પ્રજાપતિ, મહેસાણાના વીરચંદભાઈ, અમદાવાદના અનિલભાઈ, રાજકોટના દલસુખભાઈ જાગાણી,જામનગરથી રમેશભાઈ કંસારા, મોરબીથી બીપીનભાઈ પ્રજાપતિ, ગાંધીનગરથી જી.કે.પ્રજાપતિ, સુરેન્દ્રનગરથી દલપતભાઈ પ્રજાપતિ સહિત ગુજરાતભરના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ અને હોદેદારોએ હાજર રહીને ચૂંટણી માટે આ નિર્ણય જાહેર કર્યો હતો.

- text