મોરબીના રણછોડનગરમાં રોડ, ગટર, સફાઈ પ્રશ્ને સીએમને રજુઆત

- text


ટેક્સ ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવા તંત્ર દ્વારા વર્ષોથી અન્યાય કરાતો હોવાનો આક્ષેપ       

મોરબી : મોરબી નગરપાલિકામાં હેઠળના છેવાડાના રણછોડનગર વિસ્તારમાં ૩૦ વર્ષ કરતા પણ વધારે સમયથી પ્રાથમિક સુવિધા આપવામાં સ્થાનિક તંત્ર દ્વારા અન્યાયકારી વલણ દાખવવામાં આવી રહ્યું છે. આથી મોરબીના રણછોડનગરમાં રોડ, ગટર, સફાઈ પ્રશ્ને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રણછોડનગર વિસ્તારના લોકો નગર પાલિકા માં મતદાન કરે છે. અને ટેક્ષ પણ ભરે છે. પરંતુ આ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે. આ વિસ્તારમાં પીવાનું પાણી ખુબજ અનિયમિત આવે છે. સફાઈની તો કોઈ વાત જ નથી, કારણ કે અહી આંતરીક રોડ જ નથી બનાવેલા. ભૂગર્ભ ગટરની સ્થિતિ પણ એથી એ પણ ખરાબ છે. સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી નથી અમુક જગ્યાએ તો છે પણ નહિ જેથી આ વિસ્તાર ના લોકો સ્થિતિ જાણે કે નર્ક માં રહેતા હોય તેવી છે.

- text

સ્થાનિક કાઉન્સીલરોને તો પોતાનું તરભાણું ભરાય તેમાંજ રસ છે. ચાલુ ધારાસભ્ય અને રાજ્યના મંત્રીને પણ આ વિસ્તાર દેખાતો નથી. તો માજી ધારાસભ્ય પણ આ બાબતે કોઈ વાત કરતા નથી. સ્થાનિક રહેવાસીઓમાં મજુરો, નાના નોકરીયાતો, રિક્ષાવાળા કે લારી ગલ્લા વાળા કે સામાંન્ય લોકો જ છે. જેથી આ લોકો પ્રત્યે બધાનું ઓરમાયું વર્તન રહેલું છે. આથી આ વિસ્તારને અગ્રતાના ધોરણે રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પૂરી પાડીને સફાઈ દરરોજ થાય તેવું કરવા જરૂરી આદેશો આપવાની માંગ કરી છે. જો આવું કરવામાં નહિ આવે તો આ વિસ્તારના લોકોને નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનોનો માર્ગ લેવો પડશે તેવી ચીમકી આપી છે.

- text