આવો ને રમવા રાસ…હળવદમાં પોલીસ પરિવાર દ્વારા રાસોસત્વમાં ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા

- text


પીઆઇ એમ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત આયોજનમાં ભાગ લેતા શહેરીજનો

હળવદ : લોકોની સુરક્ષામાં માટે વાર તહેવાર જોયા વગર સતત ખડેપગે રહેતા પોલીસ વિભાગ દ્વારા હળવદ પોલીસ લાઇન ખાતે સુરક્ષિત અને ભક્તિભાવ ભર્યા માહોલમાં નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે જેમાં હળવદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યમાં સહભાગી બની રહ્યા છે.

હળવદ તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ લાઇન ખાતે નવરાત્રી મહોત્સવનું સુંદર અને શાનદાર આયોજન કરાયુ છે. અહીં ખેલૈયાઓને તદ્દન વિનામૂલ્યે રાસગરબા રમવાની સુવિધા હોય નવરાત્રીમાં ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં અહીં ગરબા રમવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને સુંદર ઓરકેસ્ટ્રાના સથવારે જાણીતા લોક ગાયકો ખેલૈયાઓને રાસ ગરબે થિરકવા મજબુર કરે તેવા સુંદર માહોલમાં હળવદ શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો મોટી સંખ્યમાં પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉમટી રહ્યા છે.

- text

- text