મેઇડ ઇન મોરબી : ટાઇલ્સથી લઈને સિમેન્ટના પ્લાન્ટની મશીનરી બનાવતું શ્રી ભગવતી એન્જીનીયરીંગ વર્કસ

 

50 વર્ષનો વિશ્વાસ : 20થી વધુ દેશોમાં મશનરીની નિકાસ

ઇટાલીમાં આયોજિત ટેકનો એક્સપોમાં મેઇડ ઇન મોરબી મશીનરીએ જગાવ્યું આકર્ષણ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મેઇડ ઇન મોરબીના સૂત્રને સાર્થક કરતા ભગવતી એન્જીનીયરીંગ વર્કસ કે જે ટાઇલ્સથી લઈને સિમેન્ટમાં પ્લાન્ટની મશીનરી બનાવે છે. તેની મશીનરીની વૈશ્વિક કક્ષાએ બોલબાલા છે.

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર હોનેસ્ટ હોટેલની સામે શ્રી ભગવતી એન્જીનીયરીંગ વર્કસ કાર્યરત છે. આ એકમ વર્ષ 1972થી કાર્યરત થયું હતું. નળીયા બનાવવાના મશીનના મેન્યુફેક્ચરિંગથી શરૂ થયેલી આ સફર આજે 50 વર્ષ બાદ ઘણી આગળ વધી ગઈ છે. આ એકમ હાલ વોલ, ફ્લોર, સેનેટરી, વિટ્રીફાઇડ, માઇક્રોન, સિમેન્ટ પ્લાન્ટની મશીનરી બનાવે છે.

અહીં બોલ મિલ (50 કિલોથી લઈ 60 ટન), ફિલ્ટર પ્રેસ, પોટ મિલ, સ્ટીરર, એગીટેટર, ડીઆફાર્મ પમ્પ, પ્રેસર પમ્પ, પ્રેસર પોટ સહિતની મશીનરીનું મેન્યુફેક્ચરિંગ કરાય છે. વધુમાં શ્રી ભગવતી એન્જીનીયરીંગ વર્કસનું ટેકમેક, ટોરેસિડ, ટેક ફોર સેન જેવી ઇટાલિયન કંપની સાથે ટાયઅપ છે. હાલ આ એકમ 1300થી વધુ ફેકટરીમાં મશીનરી તેમજ તેને લગતી સામગ્રીની સપ્લાય કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 2300થી વધુ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

આજે શ્રી ભગવતી એન્જીનીયરીંગ વર્ક્સની મશીનરી આફ્રિકા, કેન્યા, દુબઇ, બાંગ્લાદેશ, યુએસએ, યુએઇ, નેપાળ સહિતના 20થી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે. વધુમાં ભગવતી એન્જીનીયરીંગ વર્ક્સ દ્વારા ઈટાલીના રિમીની શહેર ખાતે આયોજિત ટેકનો એક્સપોમાં ભાગ લેવામાં આવ્યો હતો. જ્યાં મેઇડ ઇન મોરબી મશીનરીને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

વધુ વિગત માટે
રાહુલ ભોરણીયા
મો.નં.7874480079

વેબસાઈટ :
http://www.bhagawati.com

ઇટાલી ખાતેના ટેકનો એક્સપોની તસ્વીરો