મોરબીના કોરીયોગ્રાફરો મુંબઈવાસીઓને ગરબા શીખવશે

- text


નવયુગ વિદ્યાલયના ભુતપૂર્વ વિધાર્થી એવા કોરિયોગ્રફર ભાસ્કર પૈજા અને વિશાલ અંબાણી કલાકારો- ખેલૈયાઓને આપશે માર્ગદર્શન

મોરબી : મોરબી નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાઇબ્રન્ટ ડાન્સ એન્ડ ગરબા એકેડમીના કોરિયોગ્રાફર મિત્રો હવે મુંબઈવાસી કલાકાર અને ગરબા ખેલૈયાઓને ગરબાની ટ્રેનિંગ આપશે.

નવયુગ વિદ્યાલયના ભુતપૂર્વ વિધાર્થી અને હાલ નવયુગ ગ્રુપ દ્વારા સંચાલિત વાઇબ્રન્ટ ડાન્સ એન્ડ ગરબા એકેડમીના કોરિયોગ્રફર એવા ભાસ્કર પૈજા તથા વિશાલ અંબાણી મુંબઈ જઈને ત્યાંના કલાકારો તથા ગરબા ખેલૈયાઓને ગરબાનું માર્ગદર્શન આપશે.આગામી તારીખ 22,23,24 અને 25 ના રોજ મુંબઈના અંધેરી તથા નાલાસોપારા વિસ્તારમાં ભાસ્કર પૈજા નો સ્પેશિયલ ગરબા workshop થશે, જેમાં મુંબઈના લોકો મન મૂકીને ગરબા શિખશે તેમજ વર્કશોપના અંતે ગ્રાન્ડ ઇવેન્ટ પણ યોજાશે. આ વર્કશોપનું આયોજન રૂચિતા કોટિયન (ફ્રેમ્સ પ્રોડક્શન) દ્વારા કરવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text