આમરણ ખાતે નવું ૬૬ કે.વી. પાવર હાઉસ બનાવવા રજુઆત

- text


પીજીવીસીએલ અને રાજ્યમંત્રીને સતાધારી ભાજપ અગ્રણીઓ દ્વારા રજુઆત કરાઈ

મોરબી : આમરણ ગામનો જ્યોતિગ્રામ યોજનામાં સમાવેશ કરાયો હોવા છતાં નિયમ મુજબ 24 કલાક વીજપુરવઠો આપવામાં ન આવતો હોવાની સાથે ખેતીવાડી ફીડરમાં પણ નિયમિત વીજપુરવઠો ન અપાતો હોય મોરબી તાલુકા ભાજપ દ્વારા પીજીવીસીએલના અધિકારી અને રાજ્યમંત્રીને રજુઆત કરી આમરણ ગામે નવુ ૬૬ કે.વી. પાવર હાઉસ બનાવવા માંગ ઉઠાવી છે.

આમરણ ગામમાં આમરણ સબ ડિવિઝન હેઠળ આવતા તમામ ગામોમાં છેલ્લા બે માસથી લાઈટ અવાર નવાર જતી રહે છે અને ક્યારેક ત્રણ-ત્રણ કલાક સુધી લાઇટ હોતી નથી.પીજીવીસીએલનો સંપર્ક સાધી શકાતો નથી.જ્યારે કચેરીએ જાણ કરવામાં આવે તો જવાબમાં અમારી પાસે પૂરતો સ્ટાફ હાજર રહેતો ન હોવાના બહાના સતાધારી પક્ષ ભાજપને જ અપાતા હોય મોરબી તાલુકા ભાજપ દ્વારા આ મામલે અધિક્ષક ઈજનેર પીજીવીસીએલ જામનગરને રજુઆત કરી જ્યોતિગ્રામ અંતર્ગત 24 કલાક વીજળી આપવા માંગ કરી ખેતી તેમજ ઉદ્યોગને પૂરતી વીજળી આપવા મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જાગૃતિબેન વાઘડિયા અને યોગેશભાઈ વાઘડિયાએ માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text