હવે થાક્યા ! મોરબી એસટી ડેપોમાં બસની અનિયમિતાને કારણે છાત્રોનો ચક્કાજામ

- text


કેરાળી – માણેકવાડાની રૂટની બસ આજે પણ મોડી થતા છાત્રો વિફર્યા, ચક્કાજામને પગલે ટ્રાફિકજામ થતા પોલીસે દોડી જઇને મામલો થાળે પાડ્યો

મોરબી : લાંબા સમયથી બસની અનિયમિતતા કંટાળેલા અને થાકેલા વિદ્યાર્થીઓએ આજે મોરબીના એસટી બસ સ્ટેન્ડમાં કેરાળી – માણેકવાડાની રૂટની બસ મોડી થતા વિફર્યા હતા અને વિદ્યાર્થીઓએ આ બસની અનિયમિતાને કારણે ચક્કાજામ સર્જી દીધો હતો જેને પગલે ટ્રાફિકજામ થતા પોલીસે દોડી જઇને મામલો થાળે પાડ્યો હતો.

મોરબીથી કેરાળી – માણેકવાડા રૂટની એસટી બસમાં નિયમિત તેમના ગામથી મોરબી શાળાએ અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ રોષભેર જણાવ્યું હતું કે, ખેરાડી-માણેકવાડા રૂટની એસટી બસ વારંવાર લેટ આવે છે. જેમાં બસનો મોરબીથી ઉપડવાનો સમય બપોરના 12-45 વાગ્યાનો હોવા છતાં આ ટાઈમે બસ આવતી જ નથી. આજે પણ બપોરના 12-45 ને બદલે અઢી વાગ્યે મોરબી એસટી બસ ડેપોમાં આ બસ આવતા રોજ-રોજની અનિયમિતતાથી કંટાળી ગયેલા વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી હતી અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડમાં ચક્કાજામ કરી દીધો હતો. આથી શનાળા રોડ ઉપર ટ્રાફિકજામ થતા પોલીસે દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં વિદ્યાર્થીઓએ એસટી ડેપો મેનેજરને રજુઆત કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text