મિતાણા નજીક આવેલ ડેમી-1 ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતા : 6 ગામોને એલર્ટ કરાયા

- text


હાલ ડેમ 70 ટકા ભરાયો અને 5422 ક્યુસેક પાણીની આવક હોવાથી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લઈને હેઠવાસના ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના અપાઈ

ટંકારા : ટંકારા પંથક અને ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદને પગલે ટંકારાના મિતાણા ગામ પાસેનો ડેમી-1 ડેમ 70 ટકા ભરાતા 6 ગામોને એલર્ટ કરાયા છે અને પણીની આવક સતત વધતા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લઈને હેઠવાસના ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના અપાઈ છે.

ઉપરવાસમાં વરસાદને પગલે નવા નિરની આવક થતા ટંકારાના મિતાણા ગામ પાસેનો ડેમી-1 ડેમ 70 ટકા ભરાય ગયો છે. આ ડેમમાં હાલ 5422 ક્યુસેક પાણીના પ્રવાહની આવક ચાલુ છે. આ જળાશયની ભરપૂર સપાટી 60.35 મી. છે. પરંતુ આ જળાશયની હાલની સપાટી 59.38 મી.એ પહોંચી છે. આ ડેમમાં પાણીની આવક સતત વધતી હોવાથી આ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લઈને તંત્રએ ડેમ હેઠવાસના મીતાણા, ટંકારા, રાજાવડ, હરિપર, હરબટીયાળી, ભૂતકોટડા ગામને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text