ફિક્સ વેતન ચુકવો નહીં તો ચૂંટણીમાં અસર પડશે ! મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ કોપાયમાન

- text


મોરબી જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘની મુખ્યમંત્રીને રજુઆત

મોરબીઃ મોરબી જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ (સંલગ્ન ભારતીય મંજદૂર સંઘ) દ્વારા કલેક્ટરને આવેદન પાઠવીને ફિક્સ વેતન ચુકવવા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.સાથો સાથ જો વર્ષો જૂની માંગ નહીં સંતોષાય તો ચૂંટણીમાં અસર દેખાડવા પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘની રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાત સરકારના નાણાં વિભાગનો તા.૧૬/૦૭/૨૦૧૮ ના રાજ્યની કચેરીઓમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મીઓના મહેનતાણામાં વધારો કરવાનો ઠરાવ મુજબ ચાર કલાકથી વધુ સમયની કામગીરી માટે મૂકવામાં આવેલા અંશકાલીન કર્મીઓના કિસ્સામાં તેઓને રૂ.૨૨૦/- પ્રતિદિન મહેનતાણું મૂકવાની જોગવાઇ મુજબ આ ઠરાવથી રૂ.૧૪૦૦૦/- ચુકવવાનો હાઇકોર્ટે કરેલા હુકમ મુજબ આ પ્રકારના કર્મીઓને રાજ્ય સરકાર ચુકવી રહી છે તે મુજબ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને ચુકવવામાં આવે.

એફીડેવીટ મુજબ ૪ થી ૬ કલાક કામગીરીનો સ્વીકાર મુજબ આ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને પણ આ ઠરાવ મુજબ પ્રતિદિન રૂ.૨૨૦/- મહેનતાણુ ચુકવવાને આ જ ઠરાવ મુજબ ફીક્સ વેતન ચુકવવાની જોગવાઇ કરવામાં આવે એ મુખ્ય માંગણી કરવામાં આવી છે. આ યોજનાના કામદારોને શ્રમ કાયદા મુજબ મળતા લાભો જેવા કે પ્રસુતી રજા, વિમો, ગ્રેજ્યુઇટી, સહીતની જોગવાઇ મુજબની લાભો શિડ્યુલ વર્કર ગણીને આપવામાં આવે, નવી શિક્ષણનીતિ મુજબના દરેક પ્રાથમિક શાળાના પ્યુન/ક્લાર્કની જગ્યા ઉપર આ યોજનાનાં કર્મીઓને અગ્રતા ક્રમ આપી નિમણૂક આપવામાં આવે.

આ યોજનાના મુખ્ય પાયાના કામદારો એવા શ્રમ અને રોજગાર વિભાગમાં નોંધાયેલા અસંગઠીત ક્ષેત્રના કામદારો તરીકે આઈડેન્ટીફાઈ થઇને રસોઇયા અને મદદનીશોને તેમની પ્રતિદિનની કામગીરીના મુલ્યાંકનના આધારે પોષણયુક્ત મહેનતાણાની જોગવાઇ કરવામાં આવે. આ યોજનાના રસોઇયા અને મદદનીશોને વીમા કવચથી સુરક્ષિત કરી એપ્રન, સાડી, ગ્લોઝથી સુસજ્જ કરી ભારત સરકારની નવી શિક્ષણનીતિની જોગવાઇ મુજબ ભોજનમાતાનું નામકરણ કરવાની માંગણી કરાઈ છે.

- text

ઉપરોક્ત માંગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો 19 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવાથી લઈને સત્તાધારી પક્ષને ચૂંટણીમાં અસર પહોંચાડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text