વાંકાનેરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

- text


રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ૧૨૭.૦૧ લાખના ૪૧ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે વાંકાનેર પ્રાંત કક્ષાએ વિવિધ જનસુખાકારીના ૧૨૭.૦૧ લાખના ૪૧ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ વાંકાનેર ખાતે યોજાયો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વડપણ હેઠળની સરકારને એક વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. જે હેઠળ મોરબીના વાંકાનેર પ્રાંત કક્ષાના વિવિધ જન સુખાકારીના વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાપર્ણનો કાર્યક્રમ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે વાંકાનેર પ્રાંત કક્ષાએ વાંકાનેરના જુદા જુદા ગામોના વિકાસના કુલ ૧૦૫.૨૫ લાખના ૩૨ કામોનું ખાતમુહૂર્ત તથા કુલ ૨૧.૭૬ લાખના ૯ કામોનું લોકાપર્ણ મળી એક કુલ ૧૨૭.૦૧ લાખના ૪૧ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકોપર્ણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિમાર્ણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા આવાસ, રસ્તા, વિજળી, સહકારી એમ તમામ ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો છે. જન કલ્યાણની વિવિધ યોજનાઓ થકી આ વિસ્તારની કાયાપલટ-કાયાકલ્પ કરવાનો સરકારનો ઉદેશ છે તેવું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકારે વિવિધ યોજનાઓ થકી છેવાડાના લોકોની ચિંતા કરી છે. સરકારની જનસુખાકારીની યોજનાઓ થકી આ વિસ્તાર આરોગ્ય, શિક્ષણ, સહકાર તમામ ક્ષેત્રે આગળ આવ્યું છે.

- text

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ માહિતી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વાસથી વિકાસયાત્રા અંગેની ફિલ્મ નિહાળી હતી.આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, અધિક નિવાસી કલેકટર એન.કે. મુછાર, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એસ. સેરશિયા, અગ્રણી સર્વે ધમેન્દ્રસિંહ ઝાલા, પરેશભાઇ મઢવી, રતીલાલ અણિયારીયા સહિત પદાધિકારી-અધિકારી તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text