14 થી 16 સપ્ટેમ્બર મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસે સુકન્યા સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાશે

- text


મોરબીઃ આગામી તારીખ 14 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

0 થી 10 વર્ષ સુધીની દીકરીઓને આ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત લાભ મળી શકે છે. દીકરીઓને પગભર થવા, ઉચ્ચ અભ્યાસ, આત્મનિર્ભર બનાવવા, તેમજ લગ્ન પ્રસંગે મળવાપાત્ર લાભ માટે સરકારની આ ઉપયોગી યોજના છે. આ યોજનાથી વધુને વધુ દીકરીઓ લાભાન્વિત થાય તે માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસે 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન કેમ્પનું આયોજન કરાયું છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલાવવા ઈચ્છતા લોકોએ કન્યાના જન્મ તારીખનો દાખલો, વાલીનું આધાર કાર્ડ, પાન કાર્ડની ઝેરોક્ષ અને વાલીના પાસપોર્ટ સાઈઝના 2 ફોટોગ્રાફ અને 250 રૂપિયા સાથે હાજર રહેવા જણાવાયું છે. પોસ્ટ ઓફિસ પર જ ફોર્મ ભરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે PRI (P) જે.આર.રાવલ દ્વારા જણાવાયું છે. વધુ વિગત માટે પ્રશાંતભાઈ પાટીલ (મો.નં. 9426405599) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text