મોરબી અને વાંકાનેરમાં ધોધમાર વરસાદ

- text


 

ઘૂંટુ નજીક વિજપોલ ઉપર વીજળી ત્રાટકી

મોરબી : મોરબીમાં ભાદરવો ભરપૂર હોય એમ આજે પણ મોડી સાંજે ફરી વીજળીના કડાકા અને ભડાકા સાથે તોફાની પવન સાથે અનરાધાર વરસાદ પડતાં થોડીવારમાં ચારેકોર પાણી-પાણી થઈ ગયું હતું. જો કે વાંકાનેરમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.જ્યારે માળીયામાં છાંટા અને હળવદમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જો કે ટંકારામાં હજુ વરસાદ ચાલુ થયો નથી.

- text

મોરબીમાં આજે સાંજે 7 વાગ્યાની આસપાસ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘનઘોર બની જતા ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો લગભગ અડધી કલાકમાં અનરાધાર વરસાદ પડતાં ચારેકોર પાણી વહી નીકળ્યા હતા. હાલ વરસાદ ધીમો પડ્યો છે. અન્ય તાલુકાના અમારા પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ વાંકાનેરમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે માળીયામાં હજુ માત્ર છાટા પડ્યા છે. હળવદ પણ વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે. જ્યારે ટંકારામાં હાલ વરસાદ નથી. જો કે ઘુંટુ ગામ નજીક આવેલ વિજપોલ ઉપર વીજળી ત્રાટકી હતી. આથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પણ જાનહાનીના કોઈ અહેવાલ મળ્યા નથી.

 

- text