મોરબીના અદેપરમાં ખનીજ માફિયાઓએ “માયા” સંકેલ્યા પછી તંત્રએ ચેકિંગ કર્યાનો આક્ષેપ

- text


ગ્રામ પંચાયતની અગાઉની રજુઆતનો તાત્કાલિક અમલ કરવાને બદલે મોડેથી તંત્ર જાગ્યું

ખનીજચોરીનો સઘન સર્વે કરી શંકાસ્પદની ઉલટ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ ઉઠાવી

મોરબી : મોરબીના અદેપર ગ્રામ પંચાયતે અગાઉ કલેકટરથી મુખ્યમંત્રી સુધી ખનિજચોરીની ફરિયાદ કરી હતી. પરંતુ ગ્રામ પંચાયતના આક્ષેપ મુજબ આ રજુઆતનો તાકીદે અમલ કરવાને બદલે તંત્ર મોડું જાગ્યું હતું. જેથી ખનીજ માફિયાઓએ માયા સંકેલી લેતા એટલે ખનન બંધ કરી દીધા બાદ આજે છેક તંત્ર ત્રાટક્યું હતું. પણ કઈ હાથ ન લાગતા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો હતો.

અદેપર ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ ગામમાં બેફામ પણે ખનીજ ચોરી થતી હોવાની જિલ્લા કલેકટરથી માંડીને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. પણ આ કુદરતી સંપદાને નુકશાન થઈ રહ્યું હોય અને બેફામ રોયલ્ટી ચોરી થતી હોવાથી આ રજુઆતનો તાકીદે અમલ થવો જોઈએ એના બદલે રજુઆતના ત્રણ દિવસ બાદ તંત્ર જાગ્યું હતું. ત્યાં સુધીમાં તો ખનીજ માફિયાઓએ બધું જ સગેવગે કરી નાખ્યું હતું અને ખનન જ બંધ કરી દેતા તંત્ર ખનીજ માફિયા સામે કાર્યવાહી કર્યા વગર ખાલી હાથે પરત ફર્યા તેવો આક્ષેપ કર્યો છે. હકીકતમાં તંત્રની દાનત હોય તો ખરેખર દિવસો સુધી ખનિજચોરીનો સંઘ સર્વ તેમજ શંકાસ્પદ લાગતા ઇસમોને ટ્રેસિંગ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text