ટંકારા નજીક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક યુવાનનું મોત

- text


ટંકારાથી જામનગર રોડ તરફ જતા સ્ટેટ હાઇવે રોડ પર બનેલા અકસ્માતમાં મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી

ટંકારા : ટંકારાથી જામનગર રોડ તરફ જતા સ્ટેટ હાઇવે રોડ પર કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અરવિંદ ઉર્ફે બાબુભાઇ ભનુભાઇ સાડમીયા (રહે.જયનગર તા.ટંકારા) નામનો યુવાન ગત તા.૯ના રોજ પોતાનુ મો.સા નં GJ03J2650 વાળુ લઇને ટંકારા મજુરી કામે જઈ રહ્યો હતો. ત્યારે ટંકારાથી જામનગર રોડ તરફ જતા સ્ટેટ હાઇવે રોડ પર પરિવાર કોટન પાસે I-20 કાર નં GJ-36-F-8002 I-20 કાર ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી પોતાની કાર ચલાવતા બાઈક સાથે સામેથી ભટકાડી અકસ્માત કરતા અકસ્માતમા હાથ પગે ફેકચર જેવી ઇજા કરી તેમજ માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતકના ભાઈ રાજેશભાઇ ભનુભાઇ સાડમીયાની ફરિયાદ પરથી કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text