ટંકારા તાલુકાનો ડેમી-2 ઓવરફ્લો થવાની અણીએ : 10 ગામોને કરાયા એલર્ટ

- text


 

ડેમમાં 2206 ક્યુસેક પાણીની આવક

ટંકારા : ટંકારા તાલુકાના નાસિતપર ગામે આવેલ ડેમી-2 ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થવાની અણીએ પહોંચતા હેઠવાસના 10 ગામોને સાવચેત રહેવા જણાવાયું છે.

- text

ટંકારા પંથકમાં આજે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને કારણે નસિતપર ગામે આવેલ ડેમી-2 ડેમમાં 2206 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ હાલ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જેને કારણે હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, મોટા રામપર, આમરણ, બેલા, ધૂળકોટ, કોયલી, ટંકારા તાલુકાના નાના રામપર, નસિતપર અને જોડિયા તાલુકાના માવનું ગામ મળી કુલ 10 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

- text