ટંકારામાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ

- text


 

માળિયા અને વાંકાનેરમાં પણ અડધો ઇંચ

મોરબી : મોરબી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો હતો. સાંજે 6થી 8 દરમિયાન સૌથી વધુ ટંકારામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાંકાનેર અને માળિયામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

સાંજે 6થી 8 દરમિયાન પડેલો વરસાદ

  • ટંકારા – 60 મિમી
  • માળિયા – 17 મિમી
  • મોરબી- 3 મિમી ( તાલુકા)
  • મોરબી – 7 મિમી ( શહેર)
  • વાંકાનેર – 14 મિમી
  • હળવદ – 1 મિમી

- text