ટંકારાને નગરપાલિકા મળે તો આલીશાન રિવરફ્રન્ટ બને 

- text


ટંકારા તાલુકો બન્યાં બાદ પણ સુવિધાઓથી વંચિત 

ટંકારાઃ ટંકારા ભલે તાલુકો બની ગયો હોય પરંતુ હજુ પણ પ્રજાજનોને લાગી રહ્યું છે કે જેટલી સુવિધા લોકોને મળવી જોઈએ તેટલી મળી રહી નથી. લોકો સુવિધાઓ ન મળવા પાછળનું એકમાત્ર કારણ નગરપાલિકાનો દરજ્જો ન મળ્યો હોવાનું જણાવી રહ્યા છે. ટંકારામાં હરવા ફરવા માટેનું કોઈ સ્થળ પણ વિકસ્યું નથી. જો ટંકારા નગરપાલિકા બને તો ડેમી નદીના કિનારે રમણીય રિવરફ્રન્ટ બની શકે તેમ છે. ડેમી નદીના કિનારે બાળકો તથા પરિવાર સાથે હરવા ફરવા અને ખાણી પીણી સહિત નદીમાં રોશની કરી બોટીગ બનાવી શકાય એમ હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે.

- text

ટંકારા શહેર રાજાશાહી વખતે કેવુ રળિયામણું હતું તેની સાક્ષી આજે પણ ઈમલા સ્વરુપે ઉભી ઈમારતો પુરે છે. સુધરાઈ દ્વારા કરવામાં આવતી વહીવટી કામગીરી એ સમયે પણ નમૂનેદાર હતી. શહેરના માર્ગ પર સફાઈની સાથે ઘૂળની ડમરીઓ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરાતો તેવી વાતો વયોવૃદ્ધ પાસે સાંભળવા મળે છે. પણ આધુનિકતા તરફ આગળ વધી રહેલ દુનિયામાં ટંકારા રિવર્સ વિકાસ કરી રહ્યું હોય તેવી પ્રતીતિ લોકોને થઇ રહી છે. આજે શહેરમાં એક પણ બાળ ક્રિડાંગણ નથી કે જ્યાં પરિવાર સાથે હરી ફરી શકાય.

આ સંજોગોમાં જો ટંકારા નગરપાલિકા બને તો ડેમી નદી ઉપર સરસ રીતે સુચારું રૂપે નયનરમ્ય દ્રશ્ય સાથે બગીચો અને હરવા ફરવા માટેનું સ્થળ બની શકે છે. બન્ને કિનારે રોજગારીનું સર્જન થઈ શકે તેવી પણ જગ્યા છે. ડેમી નદીમાં બોટિંગ પણ શક્ય હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે આથી વહેલી તકે સરકાર ટંકારાવાસીઓને નગરપાલિકાની ભેટ ધરી સુખ સુવિધા આપવામાં આવે તેવું પ્રજજનો ઈચ્છી રહ્યા છે.

- text