નવરાત્રી સ્પેશિયલ : મોરબીમાં બહેનો માટે 17મીથી મોરપીંછ એક્ઝિબિશન, વિવિધ સ્ટોલની સાથે કાર્યક્રમો અને ઘણું બધું…

 

  • બે દિવસના નવરાત્રી સ્પેશિયલ એક્ઝિબિશનમાં ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર સુધીની તમામ આઇટમો હશે, વિવિધ કાર્યક્રમો પણ યોજાશે : એક્ઝિબિશનમાં ફ્રી એન્ટ્રી
  • હાલ 25 જેટલા સ્ટોલનું બુકીંગ : વહેલા તે પહેલાના ધોરણે રાહત દરે સ્ટોલ અપાશે, સ્ટોલ માટે 15મીએ રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ

મોરબી : સમાચારોની સાથે દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ આ વખતે ફરી એક નવી ઇવેન્ટ લઈને આવ્યું છે. જેમાં શહેરમાં આગામી તા.17 અને 18ના રોજ નવરાત્રી સ્પેશિયલ ભવ્ય મોરપીંછ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી અપડેટ દ્વારા રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં આગામી તા.17 અને 18 સપ્ટેમ્બર (શનિ, રવી)ના રોજ મોરપીંછ નવરાત્રી સ્પે. ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, નવરાત્રી સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, ગરબા, કોડીયા, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 50 જેટલા સ્ટોલ હશે.

મોરબીની બહેનો માટેના આ જાજરમાન એક્ઝિબિશનમાં ન માત્ર વસ્તુઓનું ખરીદ- વેચાણ અનેક કાર્યક્રમો અને સ્ટેજ પ્રોગ્રામ પણ યોજાશે. જેમાં સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે. અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિક્યોરિટી, ફ્રી વાયફાય સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે.

આ એક્ઝિબિશનનું આયોજન મોરબીના નાના વેપારીઓ તથા ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેમજ બહેનોને એક જ સ્થળેથી તમામ ચીજ-વસ્તુઓની આનંદ-ઉલ્લાસ સાથે ખરીદી થાય તે હેતુથી કરવામાં આવ્યું છે. અહીં બહેનો માટે આખો દિવસ એન્ટ્રી નિઃશુલ્ક છે. અહીં રાહત દરે સ્ટોલનું બુકીંગ ચાલુ છે. હાલ 25 જેટલા સ્ટોલનું બુકીંગ થઈ ગયું છે. બાકી વધેલા સ્ટોલનું વહેલા તે પહેલાના ધોરણે તા. 15 સુધીમાં રજીસ્ટ્રેશન થઈ શકશે.

વધુ વિગત માટે સંપર્ક કરો
મિત્તલ પ્રજાપતી – 99093 82382
વિપુલ પ્રજાપતિ – 99130 53249
નિરાલી ક્રિએશન – 94272 70069