વાંકાનેરના ખેરવા ગામનો રાજકોટમાં સમાવેશ ન થાય તો ચૂંટણીના બેહિષ્કારની ચીમકી

- text


જાગૃત નાગરિકે અગાઉની રજુઆતમાં અધિકારીઓના અભિપ્રાય સાથે મુખ્યમંત્રીને વિગતવાર રજુઆત કરી

મોરબી : વાંકાનેરના ખેરવા ગામનો સમાવેશ તાત્કાલિક ધોરણે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા ના રેવન્યુ વિભાગમાં કરવામાં આવે તેવી માંગ સાથે જાગૃત નાગરિકે અગાઉની રજુઆતમાં અધિકારીઓના અભિપ્રાય સાથે મુખ્યમંત્રીને વિગતવાર રજુઆત કરી છે અને વાંકાનેરના ખેરવા ગામનો રાજકોટમાં સમાવેશ ન થાય તો ચૂંટણીના બેહિષ્કારની ચીમકી આપી છે.

વાંકાનેરના ખરેવા ગામના રવિરાજસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, જે કામ વાંકાનેર મામલતદારને તેમજ અધિકારીઓએ કરવાનું હોય એ કામ મારા દ્વારા કરી આપવામાં આવેલ છે તો હવે વધુ વિલંબ કરવા અને ૩૦ દિવસમાં ખેરવા ગામ નો સમાવેશ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના રેવન્યુ વિભાગમાં કરવામાં આવે તેવી માંગ કરી છે. તેઓએ ખરેવાનો કેમ રાજકોટ સમાવેશ કરવો તે અંગે તમામ મુદ્દાઓ ની પૂર્તતા કરવામાં આવેલ છે. ગત તા ૩૦ જૂનના રોજ વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરીમાં જે ૧ થી ૮ મુદ્દાઓ ની પૂર્તતા તેમના દ્વારા કરવામાં આવેલ છે તેમજ ખેરવા ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા પણ ખેરવા ગામ નો સમાવેશ તાત્કાલિક ધોરણે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના રેવન્યુ વિભાગમાં કરવા માટે ઠરાવ કરવામાં આવેલ છે જેની પણ નોંધ લેવામાં આવે.મુખ્યમંત્રી તેમજ મહેસૂલ મંત્રી વાતો કરે છે કે પ્રજાના કામો થવા જોઈએ તો તેમનો પ્રશ્ન તો ૨૦૧૮ થી કારણ વગર અટકાવેલ છે.

- text

જેથી હવે મુખ્યમંત્રી આ બાબતે યોગ્ય નિર્ણય લેવા અને ખેરવા ગામના સમાવેશ બાબતે નિર્ણય લેવામાં નહિ આવે તો સમગ્ર ગ્રામજનો આગામી વિધાનસભા ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષને ગામમાં આવવા દેવામાં નહિ આવે અને જરૂર પડ્યે ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર પણ કરવામાં આવશે, જેની સરકાર તેમજ વહીવટી તંત્રએ ગંભીર નોંધ લેવા જણાવ્યું છે.

- text