NEET–UG– 2022ની પરીક્ષામાં મોરબીની વિદ્યાર્થિનીએ મેળવી ઝળહળતી સફળતાં

- text


મોરબીઃ તાજેતરમાં લેવાયેલી, મેડિકલ એડમિશન માટેની રાષ્ટ્રીય કક્ષાની અને ખુબજ કઠિન ગણાતી NEET–UG– 2022માં ડો. નિલેષ મારવાણિયા અને હર્ષિદાબેન મારવાણિયાની સુપુત્રી ખુશી મારવાણિયાએ 612 માર્કસ, તેમજ CBSE ધો.-12માં 93.2% મેળવીને સમગ્ર મારવાણિયા પરિવાર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ખુશી મારવરણિયાની આ સિદ્ધિ બદલ સમગ્ર પરિવાર તરફથી તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આવી જવલંત સફળતા માટે બહેન ડૉ. માનસી અને બનેવી નિર્મલકુમારે પણ અભિનંદન પાઠવ્યા હતાં, ઉપરાંત દાદા મગનભાઈ, દાદી જ્યોતિબેન, કાકા અજયભાઇ, કાકી નિતાબેન, બહેન દેવાંશી, ભાઈ જય તરફથી ખુબજ અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવી રહ્યા છે. આવી સોનેરી સિદ્ધિ માટે વેવાઈ બાલુભાઇ સોરીયા તેમજ સમગ્ર સોરીયા પરિવાર, અને નરસીભાઈ અઘારા તેમજ સમગ્ર અઘારા પરિવાર, અને મોસાળ પક્ષ તરફથી નાના ડાયાભાઇ ઝ।લરિયા તેમજ સમગ્ર ઝ।લરિયા પરિવાર તરફથી પણ અભિનંદનની વર્ષા થઈ રહી છે.

- text

આ પ્રસંગે ખુશીએ પોતાના પાયાના ઘડતરમાં અમુલ્ય ફાળા બદલ પોતાની ભુતપૂર્વ સ્કૂલ નાલંદા વિધ્યાલય, OSEM– SCHOOL અને તમામ ગુરૂજનોનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ખુશીએ રાજ્યની પ્રતિષ્ઠિત ગવર્મેન્ટ મેડિકલ કોલજમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્નું સાકાર થવાનો યશ માતા – પિતા અને ઈશ્વરના આશીર્વાદને આપ્યો હતો.

- text