રાજકીય ખંદાખંદીમાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના સરપંચનું રાજીનામુ

- text


રાજીનામુ મંજુર કરી ઉપસરપંચને ચાર્જ સોંપવા ટીડીઓનો હુકમ

ટંકારા : વર્ષોથી સમરસ થતી આવતી ટંકારા તાલુકાની લખધીરગઢ ગ્રામ પંચાયતના સરપંચે અચાનક જ રાજીનામુ ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ રાજીનામાં પાછળ રાજકીય ખંદાખંદી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

ગામનુ તોરણ બંધાયા બાદ હરહંમેશ બિન હરીફ થતી આવતી ટંકારા તાલુકાની લખધીરગઢ ગ્રામ પંચાયતના સરપંચ મગનલાલ નાનજીભાઈ વિઠલાપરાએ અચાનક જ રાજીનામું આપી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. સભ્યો અને સરપંચ સમરસ બની જતા હોય એવા લખધીરગઢ ગામે રાજકીય ખંદાખંદીનો શિકાર સરપંચ બન્યા હોવાનો હાલમાં સુર ઉઠ્યો છે.

- text

રાજીનામું આપનારા સરપંચ ગ્રામપંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ઓબીસી અનામત બેઠક ઉપર સમરસ તરીકે ગામે જ તેઓને સરપંચ બનાવ્યા હતા. જો કે, હાલમાં ટંકારા ટીડીઓએ રાજીનામુ મંજુર કરી લઈ ઉપ સરપંચ ધાર્મિષ્ઠાબેન સુભાષભાઈ ઢેઢીને સરપંચનો ચાર્જ તાત્કાલિક સંભાળી લેવા હુકમ કર્યો છે.

- text