રફાળેશ્વર મેળામાં છેલ્લા 20 વર્ષથી પાણીનું પરબ ચલાવતા સેવાભાવી યુવાનો

- text


મેળામાં લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે એ માટે યુવાનોની સરાહનીય સેવા : લોકોની પાણીની તરસ છીપાવી પુણ્યનું ભાથું બાંધ્યું

મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષોની પરંપરા અનુસાર અમાસનો મેળો ભરાયો હતો. ત્યારે મેળામાં આવતા લોકોની પાણીની તરસ છીપાવવા માટે સેવાભાવી યુવાનોએ પાણીનું પરબ ચલાવીને લોકોને વિનામૂલ્યે શુદ્ધ અને ઠંડુ પાણી પીવડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

મોરબીના રફાળેશ્વર મેળામાં આજે વિનામૂલ્યે પાણીનું પરબનું સેવાકીય કાર્ય હાથ ધરાયુ હતું.જેમાં પરિવર્તન પરિવારના નેજા હેઠળ ડો.એમ.બી.પરમારની રાહબરી હેઠળ સેવાભાવી યુવાનો ગોપાલભાઈ સોલંકી, સુરેશભાઈ ચાવડા,મુળજીભાઈ પરમાર, પ્રવીણભાઈ સોલંકી,મનોજભાઈ ભાંખોડિયા,પ્રવીણભાઈ ભાંખોડિયા, જગદીશભાઈ ભાંખોડિયા, હસમુખભાઈ જેતપરિયા, રાજુભાઇ (ક્રિષ્ના મંડપ-લાલપર) સહિતનાએ આજે રફાળેશ્વર ખાતેના અમાસના મેળામાં આખો દિવસ પાણીનું પરબ ચલાવીને મેળામાં આવતા લોકોને વિનામૂલ્યે શુદ્ધ તથા ઠંડુ પાણી પીવડાવીને માનવ ધર્મને દિપાવ્યો હતો.આ સેવાભાવી યુવાનો છેલ્લા 20 વર્ષથી દરવર્ષે રફાળેશ્વરના મેળામાં પાણીનું પરબ ચાલવવાની સેવાકીય પ્રવૃત્તિ નિષ્ઠાપૂર્વક કરે છે. છેલ્લા બે વર્ષ બાદ ફરી મેળો શરૂ થતાં આ સેવા કાર્ય હાથ ધર્યું છે. આ યુવાનો કહે છે કે, રફાળેશ્વરના મેળામાં હજારો લોકો આવે છે.તેમની પીવાના પાણીની તરસ છીપાઈ શકે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે તેમની શુદ્ધ પાણીની જરૂરિયાત સંતોષવાનો અમારો ઉદેશ્ય છે.

- text

 

- text