વાંકાનેરમાં મંડપ સર્વિસના ધંધાર્થીને માર મારવાના કેસમાં ચાર આરોપીઓને દંડ

- text


લગ્ન પ્રસંગમાં પાણીના જગ નહિ પહોંચ્યાનો ખાર રાખી કરાયો હતો હુમલો

વાંકાનેર : વાંકાનેર શહેરમાં લગ્નપ્રસંગમાં મંડપ સર્વિસ કોન્ટ્રાકટર દ્વારા પાણીના જગ નહીં મોકલતા આ મામલે ચાર શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડવા અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા નામદાર અદાલતે ચાર આરોપીઓને દંડ ફટકાર્યો હતો.

આ કેસની હકીકત જોઈએ તો વર્ષ 2019માં મંડપ સર્વિસના ધંધાર્થી હરેશભાઈ કારીયાને આરોપી ભરતસિંહ દોલુભા ઝાલા, રહે. સ્વપ્નલોક સોસાયટી વાંકાનેર, કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા, રહે. ખેરવા તા. વાંકાનેર, વનરાજસિંહ ઉર્ફે બાંઠીયો શાંતુભા ઝાલા, રહે. ગોકુલનગર સોસાયટી વાંકાનેર અને હકુભા ઉર્ફે દીનેશસિંહ શીવુભા ઝાલા રહે. રામચોક વાંકાનેર વાળાઓએ તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં પાણીના જગ ન મોકલ્યા હોય મંડપ સર્વિસનું બિલ નહિ ચૂકવવા કહ્યું હતું.

- text

જો કે આરોપીઓના સગાએ બિલ ચૂકવી દેતા ચારેય આરોપીઓએ બિલ કેમ લીધું કહી મંડપ સર્વિસની ઓફિસમાં જઈ હરેશભાઇ ઉપર હુમલો કરતા આ મામલે વાંકાનેર પોલીસ મથકમાં હરેશભાઇના પત્ની પ્રીતિબેને ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ધી ગુજરાત પોલીસ એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

જે અંગેનો કેસ ચાલી જતા સરકાર પક્ષે એ.પી.પી. એ.એન.પટેલની દલીલો ધ્યાને લઇ નામદાર વાંકાનેર અદાલતે તમામ આરોપીઓને રૂપિયા 1- 1 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text