મોરબીમાં 800 લીટર દેશી દારૂ ભરેલી ટેરાનો કાર ઝડપી લેતી એલસીબી પોલીસ

- text


કાલિકા પ્લોટમાં દારૂ ઉતરતો હતો ત્યાં જ પોલીસ ત્રાટકી, બે આરોપી ફરાર

મોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટમાં એલસીબી ટીમે ત્રાટકી દેશી દારૂથી છલોછલ ભરેલી નિશાન ટેરાનો કાર સહિત કુલ રૂપિયા 3.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન બે આરોપીઓ હાજર નહિ મળી આવતા પોલીસે બન્નેને ફરાર દર્શાવ્યા છે.

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા દેશી, વિદેશી દારૂની બદી સદંતર નાબુદ કરવા સુચના આપતા એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, વિક્રમભાઇ કુગસીયાને ખાનગી બાતમી મળેલ કે, શહેરના કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ ખાતે અલીભાઇ મામદભાઇ પલેજા નામનો ઈસમ દેશી દારૂ મંગાવી ઓરડીમાં ઉતારી રહ્યો છે.

જેને પગલે એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા નિશાન ટેરાનો ગાડી નંબર GJ-05-JE-3167 માથી 800 લીટર કેફી પ્રવાહી લીટર કિમત રૂપિયા 16000 તથા કાર કિમત રૂપિયા 3,00,000 મળી કુલ રૂપિયા 3.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

જો કે દરોડા દરમિયાન આરોપી અલીભાઇ મામદભાઇ પલેજા, રહે.કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ,મોરબી અને નીશાન કંપનીની ટેરાનો ગાડી નંબર GJ-05-JE-3167નો ચાલક હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધાવી ફરાર જાહેર કર્યા છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ તથા ટેકનીકલ ટીમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ હતી.

- text