વાંકાનેરમાં મેદાનના વિવાદ વચ્ચે ગણપતિબાપાની ધમાકેદાર એન્ટ્રી

- text


માર્કેટચોકમાં વિશાળ કદના ગણપતિ મહારાજ બિરાજમાન થઈ ગયા

વાંકાનેર : વાંકાનેરમાં ગણેશોત્સવ માટે શાખા મેદાન ભાડે આપવાને લઈ રાજકીય સખડ ડખળ વચ્ચે ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ ઉપવાસ આંદોલન છેડયું છે ત્યારે આજે માર્કેટ ચોકમાં અચાનક જ ગણપત્તિબાપાની વિશાળ કદની પ્રતિમા સ્થાપિત કરી દેવામાં આવતા શહેરભરમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

વાંકાનેરમાં ભાજપ વિરુદ્ધ ભાજપના ખેલમાં નગરપાલિકાને સુપરસીડ કરી ભાજપના જ ચૂંટાયેલા સભ્યોને બરતરફ કરી દેવાયા છે ત્યારે વર્ષોથી ટોકન ભાડે આપવામાં આવતા મેળાના ગ્રાઉન્ડની હરરાજી કરી ઉંચી બોલી બોલનારને ભાડે આપી જૂનો ઠરાવ રદ કરાયા બાદ હવે માર્કેટચોક કા રાજાના આયોજન માટે શાખાના મેદાનને ભાડે આપવાનો ઠરાવ વહીવટદારે રદ કરી નાખતા છેલ્લા ચારેક દિવસથી ગણેશોત્સવના આયોજક એવા વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી ઉપવાસ ઉપર ઉતરી ગયા છે.

- text

બીજી તરફ ગણેશોત્સવ માટે વર્ષોથી થતા આયોજન સામે અન્ય બે આસામીઓ દ્વારા પણ શાખા મેદાન માંગવામાં આવતા આજે પાલિકાના વહીવટદાર દ્વારા સમાધાન ફોર્મ્યુલા સાથે બેઠક યોજનાર હતા. જો કે તે પૂર્વે જ રાજકીય ઘમાસાણ વચ્ચે આજે માર્કેટચોકમાં વિશાળ કદના ગણપતિ બાપાની મૂર્તિ ગોઠવી દેવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. જો કે માર્કેટ ચોકમાં શાખા મેદાનમાં ગણપતિ બાપાનું વહેલું વહેલું આગમન થતા શહેરભરમાં તરેહ તરેહની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.

- text