રાજયમંત્રી મેરજા આંધ્રપ્રદેશમાં યોજાનાર રાષ્ટ્રીય લેબર કોન્ફરન્સમાં ભાગ લેશે

- text


કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કરાયું આયોજન

મોરબી : કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આંધ્રપ્રદેશ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય લેબર લેબર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભારતભરના જુદા જુદા રાજ્યોમાંથી પ્રધાનો હાજર રહેશે.જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ભાગ લેશે.આ કોન્ફરન્સને વડાપ્રધાન વર્ચ્યુઅલી સંબોધન કરશે.

ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સમગ્ર ભારતભરના જુદા જુદા રાજયોના શ્રમ પ્રધાનોની આંધ્રપ્રદેશના તિરૂપતિ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લેબર કોન્ફરન્સમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા ભાગ લઇ રહયા છે.

- text

કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત અન્ય મહાનુભાવો આ રાષ્ટ્રીય લેબર કોન્ફરન્સને સંબોધન કરનાર છે. ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ વર્ચ્યુઅલ પરિષદને સંબોધન આપશે. આ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની ગુજરાત સરકાર દ્વારા શ્રમિકો માટે લેવાયેલ અગત્યના અને મહત્વના પગલાંઓ અને ભાવી નીતિઓથી શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા પરિષદને સંબોધશે.

- text