ગંદા વરસાદી પાણીમાં ચાલી શાળાએ જવા બાળકો મજબુર

- text


હળવદના જુના અમરાપર ગામે પાણી ભરાતા બાળકો વાલીઓ મુશ્કેલીમાં

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને હળવદના જુના અમરાપર ગામે શાળા પાસે વરસાદી પાણી ભરાતા બાળકોને શાળાએ જવું મુશ્કેલરૂપ બન્યું છે. વરસાદી પાણી અને ગંદકી વચ્ચેથી બાળકોને શાળામાં જવાની ફરજ પડતી હોવા છતાં સ્થાનિક તંત્ર ધ્યાન ન આપતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

હળવદ તાલુકાના જુના અમરાપર ગામે આવેલી પ્રાથમિક શાળા પાસે વરસાદને પગલે પાણી ભરાયા છે. શાળાના જવાના માર્ગ ઉપર વરસાદી પાણી નદીના વહેણની માફક ફરી વળતા બાળકો અને વાલીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે. તલાવડાની જેમ પાણી ભરાયેલ હોય બાળકોને ગંદા પાણી વચ્ચે ચાલીને શાળાએ જવાની ફરજ પડે છે. તેથી ગંદકીમાં ચલાવવાથી બાળકોના આરોગ્ય સાથે ખતરો ઉભો થયો છે.

જો કે આ ગંભીર બાબતે લોકોએ સ્થાનિક તંત્રને રજુઆત કરી હતી તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

- text

- text