મોટીબરાર શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

- text


માળિયા(મી.) : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ શૈક્ષણિક ક્ષેત્રે સારું કાર્ય કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.જેમાં માળીયા તાલુકાના મોટીબરાર પ્રાથમિક શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ સત્ર દરમ્યાન ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનાર શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માનપત્ર આપવામાં આવતું હોય છે.

- text

જેમાં શૈક્ષણિક વર્ષ 2022-23 ના પ્રથમ સત્ર દરમ્યાન નાની બરાર ક્લસ્ટર માંથી રત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરારના શિક્ષક અનિલ બદ્રકિયાની પસંદગી કરવામાં આવી હતી. જે બદલ માળિયા તાલુકાના બી.આર.સી. કૉ. ઓર્ડીનેટર નિરંજની નરેન્દ્રભાઈના હસ્તે પ્રતિભાશાળી શિક્ષક અંગેનું પ્રમાણપત્ર આપી શિક્ષક અનિલ બદ્રકિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text