માટીના ગણેશજી બનાવતા શીખો : મોરબીમાં ખાસ વર્કશોપ

- text


28 ઓગસ્ટે રોટરી ક્લબ ઓફ મોરબી, ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજી બનાવતા શિખવશે

મોરબીઃ આગામી તારીખ 28 ઓગસ્ટના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી આયોજિત શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા ખાસ વર્કશોપમાં ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજી બનાવવતા શિખવશે.

- text

ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે મોરબીમાં તારીખ 28 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન સરદાર બાગ સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે રોટરી ક્લબ ઓફ મોરબી આયોજિત અનેક એવોર્ડ જીતનાર એવા શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા દ્વારા માટીના ગણેશ બનાવવા માટેનો વર્કશોપ યોજાશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે ફોર્મ મેળવીને જમા કરાવવાનું રહેશે. ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે શનાળા રોડ પરના 6-વસંત પ્લોટમાં આવેલા ક્વિન કેક (મો.નં.- 93766 62360) અને જીઆઈડીસી મેઈન રોડ પર આવેલા ગણેશ સિમેન્ટ (મો.નં.- 92288 97372) ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

- text