ગુજરાતમાં કોંગ્રેસ સતા ઉપર આવશે તો જૂની પેંશન યોજના લાગુ કરવાનું વચન

- text


મોરબી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પણ પોતાની રણનીતિ સાથે અભિયાન શરુ કરી દીધું છે અને ગુજરાતમાં કોંગ્રેસે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે જો અમારી સરકાર બનશે તો કોંગ્રેસ જૂની પેંશન યોજના ફરીથી લાગુ કરવામાં આવશે તેમજ ખેડૂતો માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ રાજસ્થાન મોડેલ અપનાવીને જાહેરાત કરવામાં આવી છે

ગુજરાત વિધાન સભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતાની દવેકારી નોંધાવી રહ્યો છે ભાજપ અને આપ પહેલાથી જ સક્રિય હતા અને હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને ગઈકાલે કોંગ્રસ દ્વારા જાહેરાત કરવામાં આવી કે આરોગ્ય, કૃષિ અને સરકારી કર્મચારીઓના કેસમાં રાજસ્થાન મોડલની જેમ જ ગુજરાતમાં પણ પેંશન યોજના લાગુ કરવામાં આવશે અને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2002 બાદ નોકરીમાં લાગેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજનાનો લાભ આપવાની કોંગ્રેસ દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી.

- text

આ ઉપરાંત ખેતી માટે સરકાર અલગ બજેટનું પણ કોંગ્રેસ મેનીફેસ્ટોમાં જણાવ્યું હતું. રાજસ્થાનની જેમ જ ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કોંગ્રેસ વચન આપ્યું તો કૃષિ કનેસક્શન પર પ્રતિ મહિને એક હજાર રૂપિયાની સબસીડીનું પણ કોંગ્રેસ વચન આપ્યું હતું.

- text