મોરબીના જીકીયાળી પાસેના ઘોડાધ્રોઈ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો

- text


ડેમમાંથી પાણી છોડાતા મોરબી અને માળીયાના 9 ગામોને એલર્ટ કરાયા

મોરબી : મોરબી અને ઉપરવાસના વરસાદને પગલે મોરબીના જીકીયાળી પાસેના ઘોડાધ્રોઈ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે. આ ડેમમાંથી પાણી છોડાતા મોરબી અને માળીયાના 9 ગામોને એલર્ટ કરાયા છે.

- text

મોરબી અને ઉપરવાસના વરસાદને પગલે મોરબીના જીકીયાળી પાસેના ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો છે. આથી આ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમમાં 1325 ક્યુસેક પાણીની આવક અને ડેમમાંથી 1151 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ જલાશયની હાલની સપાટી 98 મી.છે. આ ડેમમાંથી પાણી છોડતા હેઠવાસના મોરબીના ચકમ્પર, જીકીયારી, જીવાપર, જેતપર અને માળીયા તાલુકાના સુલતાનપુર, માણાબા, ચીખલી, શાપર, રાપરને એલર્ટ કરી આ તમામ ગામોના લોકોને નદીના પટમાં નહિ અવરજવર કરવાની સૂચના આપવામાં આવી છે.

- text