માળીયા(મી)માં બિસ્માર રસ્તા મામલે ખુદ પાલિકા પ્રમુખની આંદોલનની ચીમકી

- text


પાલિકા પ્રમુખે મુખ્યમાર્ગને રીપેર કરવા 10 દિવસનું કલેકટરને અલટીમેટમ આપ્યું

માળિયા : માળીયા(મી)માં સહકારી પેટ્રોલપંપ ચોકડીથી મામલતદાર ઓફીસ સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી નગરપાલિકા પ્રમુખ હારુન સંઘવાણીએ કલેકટર રજુઆત કરીને માળીયા(મી)માં સહકારી પેટ્રોલપંપ ચોકડીથી મામલતદાર ઓફીસ સુધીનો રોડને રીપેર કરવા 10 દિવસનું અલટીમેટમ આપી આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

માળીયા(મી)ને સહકારી પેટ્રોલપંપ ચોકડીથી મામલતદાર ઓફીસ સુધીનો રોડ જે કચ્છથી જામનગરને જોડતો નેશનના હાઇવે છે. જે વરસાદના કારણે ભારે નુકશાન પામેલ છે જેના લઇ આશરે ૦૩ કિલોમીટર છે. જેથી માળીયા મીયાણા તાલુકાનાં ગામડાની વસ્તીને આવવા જવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. રસ્તમાં થયેલા મોટા ભંગાણને કારણે અનેકવાર નાના-મોટા અકસ્માત થયેલા છે અને મોટા અકસ્માત થવાનો ભય વધારે રહેલો છે જેથી તાત્કાલિક ધોરણે દિન-10 માં મરામત કરાવવાની માંગ કરી છે. જો તાત્કાલિક ધોરણે આ રોડ રીપેર નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે કલેકટર કચેરી ખાતે ઉપવાસ આદોલન કરવામાં આવશે તેવી તેમણે ચીમકી આપી છે.

- text