કલા મહાકુંભ: મોરબીમાં તમામ તાલુકા કક્ષાએ 27 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ અને તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત આગામી 27 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી તમામ તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

જેમાં માળિયા તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.27/8/2022 ના રોજ મોડેલ સ્કૂલ મોટી બરાર, માળિયા ખાતે, હળવદ તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.28/08/2022 ના રોજ તક્ષશિલા વિદ્યાલય, હળવદ ખાતે, મોરબી તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.31/8/2022 ના રોજ પી. જી. પટેલ કોલેજ – મોરબી ખાતે, વાંકાનેર તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.03/09/2022 ના રોજ એલ. કે. સંઘવી સ્કૂલ – વાંકાનેર ખાતે, ટંકારા તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા. 04/09/2022 ના રોજ નાલંદા વિદ્યાલય – વિરપર, ટંકારા ખાતે યોજાશે. આ તમામ સ્થળોએ સ્પર્ધકો માટેનો રિપોર્ટિંગ ટાઈમ સવારે 8:00 કલાક છે.

- text

નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો 24 કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કૂલમાંથી આપવામાં આવશે. તો ઉપરોક્ત સ્થળ તથા તારીખે તમામ ફોર્મ ભરેલા સ્પર્ધકોએ હાજર રહેવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text