મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં બારેમાસ ગંદકીનું ગ્રહણ : રોગચાળાનો ભય

- text


હાલ ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અને ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન

મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં બારેમાસ ગંદકીનું ગ્રહણ હોય એમ હાલ ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અને વારંવાર ગટર ઉભરાતા આ વિસ્તારમાં કાયમ ગંદકીથી તરબોળ રહે છે. ભારે ગંદકીને કારણે રોગચાળાનો ભય તોળાઈ રહ્યો છે. આથી સ્થાનિક લોકોએ કલેકટરને રજુઆત કરીને ગટરના ગંદાપાણીના નિકાલ લાવવાની માંગ કરી છે.

મોરબીના વોર્ડ નં.-૬ મહેન્દ્રપરા વિસ્તારના નાગરીકોની હાલાકી અને ગંદકીના ત્રાસ સામે કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલ ચોમાસાના સામાન્ય વરસાદમાં પણ મહેન્દ્રપરા આખો વિસ્તાર કાયમી ધોરણે શેરી—ગલી અને રોડ પર એક થી બે ફુટ ગટરના ગંદા પાણી ફરી વળે છે. મહેન્દ્રપરા મેઈન રોડ પર વરસાદ બંધ થયા પછી પાણીનો નીકાલ થતો નથી ચોમાસાના પાણી ગટર ઉ૫૨ હોવાથી ગટરની ગંદકી ગારો, કચરો અને ગંદકી ધરાવતી તમામ વસ્તુઓ આખા મહેન્દ્રપરા માં ફરી વળેલ છે. આ પાણી વરસાદ બંધ થયા પછી પણ એકથી બે ફુટ આખા મહેન્દ્રપરામાં હજુ આજદિન સુધી ભરાયેલ છે ખુબજ વાસ દુષિત વાતાવરણ કહેવાતા અતિ ગંભીર પ્રકારના રોગો ઉત્પન્ન થાય તેવા મચ્છરોનો ઉદભવ થવા લાગેલ છે. જેથી ગંભીર રોગચાળો ફેલાઈ એવી દહેશત છે. નાઈ-ધોઈને નીકળો તો પણ ગંદકીના નરકમાંથી પસાર થઈને નીકળવું પડે છે. આ બાબતની અવાર–નવાર અમો નાગરીકો દવારા નગરપાલીકાને રજુઆત કરેલ જે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ ઉકેલ લાવી શકેલ નથી. આ રજુઆત કરવાનો અમારો ઉદેશ એ છે કે આખા એરીયામાં વ્યવસ્થીત ગટરો થાય અને પાણીના કાયમી નીકાલ થાય અને સફાઈ કામદારો દવારા થતી હાલાકીનો ઉકેલ થાય તેવી રજુઆત છે.

- text

- text