ટંકારા શહેર અને તાલુકાના દરેક ગામોમાં નંદધેર આનંદ ભૈયો સાથે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી

- text


શોભાયાત્રા મટકીફોડ રાજ ગરબાની રમઝટ બોલાવી નટખટ કાનુડાના પ્રાગટય દિનની ઉજવણી કરી

ટંકારા : જન્માષ્ટમી પર્વે ટંકારા શહેર અને તાલુકાના તમામ ગામોમાં ભવિકજનો દ્વારા નંદધેર આનંદ ભૈયોના નાદ સાથે જન્માષ્ટમી મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારા શહેરમાં ઠેર ઠેર કૃષ્ણભક્તિના માહોલમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ હતી તો તાલુકાના હમિરપર ગામ સમસ્ત ગોકુળયુ બન્યુ હતું. એ જ રીતે કલ્યાણપર ગામે કલા અને સંસ્કૃતિ સાથે રાસ રમ્યા તો જબલપૂર ગામમા તો ચાર દિવસથી ઉત્સવ શરૂ થઈ ગયો હતો. લખધીરગઢ ગામે લાલાને આવકારવા અનેરો આનંદ અનુભવ્યો હતો.

ટંકારા શહેરમાં સમસ્ત ગામ દ્વારા મટકીફોડ શોભાયાત્રા નીકળી હતી આર્ય સમાજ ત્રણ હાટડી ગુરૂકુલ, વેપારી સમાજ પાટીદાર સમાજ સહિત તમામ નગરજનો જોડાયા હતા ટંકારા માલધારી સમાજ દ્વારા આગવા અંદાજમાં કનૈયાનુ ધેલુ લાગેલું છે ગૌ પાલકપતિ ગોપાલના ગુણગાન સાથે તેમણા પરમપરાગત રાસ ગરબા રમ્યા હતા. દેરીનાકાએ મટકીફોડ માખણચોર નટખટ કાનુડા સાથે જન્મોત્સવ ઉજવાયો હતો.

- text

- text