મોરબીમાં ભૂકંપમાં નવનિર્મિત ગામોનાં મકાનોના પ્લોટની સનદો આપવા માંગ

- text


ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં ભૂકંપ બાદ નવનિર્માણ શરૂ થયું હતું અને ઘણા ગામોમાં નવા મકાનો બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ મકાનોને સનદો આપવામાં આવી નથી. આથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી ભૂકંપમાં નવા બનેલા ગામોનાં મકાનોના પ્લોટની સનદો આપવાની માંગ કરી છે.

ગુજરાત રાજ્યમાં ૨૦૦૧માં આવેલ ભૂકંપના કારણે મોરબી જીલ્લામાં ઘણા ગામો પડીને નાશ થઇ જવા પામેલ હતા જેના કારણે તાત્કાલિક નવા ગામો બનાવવાની કાર્યવાહી કરીને નવા ગામોના ગામતળ મંજુર કરવામાં આવેલ હતા. અને લોકોએ તે નવા ગામમાં પોતાના મકાનો બનાવેલ છે. અને હાલમાં ત્યાં જ રહે છે.

- text

પરંતુ આવા ઘણા ગામો માં સરકાર દ્વારા લોકોને પોતાના મકાનાના પ્લોટની સનદ હજુ સુધી આપવામાં આવેલ નથી. આનો દાખલો જીવાપર (ચ.) માંથી નવું બનેલ કેશવનગરનો છે. આવા તો બીજી ઘણા ગામો છે. તેથી આવા મોરબી જલ્લામાં નવા બનેલા ગામોના રહેણાંકના પ્લોટોની સનદો જેતે માલિકો લને તાત્કાલિક આપવાની તેઓએ માંગ ઉઠાવી છે. જો આવું કરવામાં નહી આવે તો આ લોકોના છુટકે આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી આપી છે.

- text