સવારે 6 વાગ્યા સુધીમાં મોરબીમાં બે અને ટંકારામાં પોણા બે ઈંચ વરસાદ

- text


ગઈકાલે આખો દિવસ છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ ગતરાત્રે ધોધમાર વરસાદ પડ્યો

મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક દિવસથી શ્રાવણના સરવડા વચ્ચે ગતરાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો.જેમાં ગઈકાલે આખો દિવસ છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ ગતરાત્રે વરસાદ જોરદાર પડ્યો હતો. આથી છેલ્લા 24 કલાકમાં મોરબીમાં બે અને ટંકારામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો અને અન્યત્ર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

મોરબીમાં શ્રાવણના સરવડા વચ્ચે ગતરાત્રે ભર અષાઢી માહોલ સર્જાયો હતો. જેમાં ગઈકાલે સવારથી વરસાદી માહોલ બંધાયા બાદ આખો દિવસ છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ ગતરાત્રે મેઘરાજાનું જોર વધી ગયું હતું અને રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. આખો રાત વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ વરસાદ ચાલુ રહ્યો છે. તહેવારોમાં વરસાદ એકરસ બની જતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું અને ઠેરઠેર પાણી ભરાયા હતા.

- text

જિલ્લા કંટ્રોલ રૂમમાં ગઈકાલે મંગળવારે સવારે છથી આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધી એટલર 24 કલાક દરમિયાન મોરબીમાં સૌથી વધુ 50 મિમી એટલે બે ઈંચ વરસાદ પડ્યો હતો અને ટંકારામાં 42 મિમી એટલે પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ હળવદમાં 9 મિમી, વાંકાનેરમાં 7 મિમી અને માળીયામાં 5 મિમી વરસાદ પડ્યો હતો. ગતરાત્રે ભારે વરસાદ બાદ આજે સવારથી વરસાદ ધીમો પડ્યો છે. શ્રાવણના સરવડા રૂપે વરસાદ પડી રહ્યો છે. પણ વરસાદી માહોલ એકરસ હોવાથી હજુ ભારે વરસાદ પડે તેવી શકયતા છે.

- text