મોરબીના અંબિકા રોડ ઉપર જર્જરિત દીવાલ પડતા વીજ સબસ્ટેશનના ભુક્કા

- text


મોડી રાત્રે બનેલી ઘટનામાં સદભાગ્યે જામહાની ટળી

મોરબી : મોરબીના અંબિકા રોડ ઉપર ગતરાત્રે ભારે વરસાદને પગલે એક જર્જરિત દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ માથે પડતા વીજ સબ સ્ટેશન અને બોલેરો કારના ભુક્કા બોલી ગયા હતા. મોડી રાત્રે બનેલી ઘટનામાં સદભાગ્યે જામહાની ટળી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સૂરજબાગ પાસે આવેલ અંબિકા રોડ ઉપર રહેતા લોકોના જણાવ્યા મુજબ આ અંબિકા રોડ ઉપર આશરે સો વર્ષ જૂની મસમોટી દીવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને રજુઆત કરીને સ્થાનિક લોકોની સલામતી માટે આ જર્જરિત દીવાલ પાડી નાખવાની માંગ કરી હતી. પણ તંત્રએ ધ્યાન ન આપતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં અંબિકા રોડ ઉપર મોડી રાત્રે ભારે વરસાદને પગલે આ દીવાલ પડી હતી અને આ દિલાલ વીજ સબ સ્ટેશન ઉપર પડતા તેના ભુક્કા બોલી ગયા હતા આથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જો કે બોલેરો કારને પણ નુકશાન થયું હતું. રાતનો સમય હોવાથી જાનહાની થઈ ન હતી. હજુ આ વિસ્તારમાં એક જર્જરિત દીવાલ હોવાથી તંત્ર યોગ્ય ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

- text

- text