ટંકારા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કલ્યાણપર ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી

- text


ટંકારા : ટંકારા તાલુકામાં 76 માં સ્વાતંત્ર્ય દિવસે તાલુકાકક્ષાની ઉજવણી કલ્યાણપર મુકામે યોજાઈ હતી. ટંકારા મામલતદાર કે.જી.સખીયા દ્વારા ખુલા આકાશમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું બાદમાં પ્રાસંગિક ઉદબોધન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા ભાજપ અગ્રણી પ્રભુ કામરીયા, કિરીટ અંદરપા, જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભુપત ગોધાણી, મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરૂકુલના આચાર્ય રામદેવજી ટંકારા ગામના સરપંચ ગોરધન ખોખાણી, કલ્યાણપર ગામના સરપંચ ગીતાબેન ગજેરા અગ્રણી દિનેશભાઈ વાઘરીયા સહિતના કર્મચારીઓ નગરજનો અને ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા સ્વાગત ગીત, ડંબેલ્સ , પિરામિડ કલ્યાણપર પ્રાથમિક શાળાના બાળકોએ પ્રસ્તુત કર્યા હતા, નાસા સ્કુલના છાત્રોએ દેશભક્તિ પેરોડી ડાન્સ કર્યો જ્યારે જબલપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીએ દેશભક્તિ ગીત રજુ કર્યુ હતું. ગામના ગૌશાળાના લાભાર્થે કામ કરતા યુવાનો દ્વારા પૌરાણિક પરંમપરા દર્શાવતો રાસ પણ ઉજવણી દરમિયાન પ્રસ્તુત કર્યો હતો.

કલ્યાણપર ગામના મહિલા સરપંચ ગીતાબેન ભાવેશભાઈ ગજેરાને ગામના વિકાસ કાર્યો માટે રૂપિયા પાંચ લાખનો ચેક મામલતદાર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત વિરમગામ મીનાબેન, પટેલ કલ્પેશભાઈ, પીપળીયા જીવતીબેન, કમલેશભાઈ સીણોજીયા, ગોસ્વામી જલ્પાબેન, મનીપરા વાત્સલ્ય ભાઈને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર મામલતદાર અને ટીડીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કલ્યાણપર પ્રાથમિક શાળાના આચાર્ય વિનોદભાઈ સુરાણીએ કરી હતી, કાર્યક્રમનું સંકલન કલ્પેશ ફેફરે કર્યું હતું,સમગ્ર કાર્યક્રમનું સંચાલન છત્તર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કરેલું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કલ્યાણપર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકમિત્રો ઇલાબેન વરમોરા, ભાગ્ય વીણાબેન, દેવડા સાહેબ, સંજયભાઈ વગેરેએ ભારે જેહમત ઉઠાવી હતી.

- text

- text