વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને વૃક્ષ દાન માટે રૂ. 5,00,500ના અર્પણ કરતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ

- text


સ્વાત્યંત્રતા પર્વે રૂ. 5,00,500નું દાન આપી અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ વૃક્ષ દાતા બન્યા

મોરબી : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલે આજે સ્વાત્યંત્રતા પર્વે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને રૂ. 5,00,500નું દાન જાહેર કર્યું હતું.

રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી કાર્યક્રમ ” હર ઘર તિરંગા ” અને ” પર્યાવરણ બચાવો ” અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલે રૂ. 5,00,500ના 1001 વૃક્ષનું દાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ માં કર્યું હતું. અને વૃક્ષ ના દાતા બની ને સદર અભિયાનમાં સહભાગી બનીને અન્ય માટે પ્રેરણારૂપ પણ બન્યા હતા. તેમના આ કાર્ય બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે.

- text

સંસ્થાએ માત્ર વૃષારોપણ નહિ, પરંતુ તેના ઉછેરની જવાબદારી પણ સ્વીકારી છે. જયસુખભાઇ નું પણ કહેવું છે કે હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવવાનો છે. ઘરો અને સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાથી લોકો વ્યક્તિગત સ્તરે રાષ્ટ્રભાવના સાથે જોડાશે. આવનારી પેઢી માં દેશ પ્રેમની ભાવના નું ઊંડાણ પૂર્વક સિંચન થશે. આ અભિયાન લોકોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવા મહત્વનું યોગદાન આપશે.

- text