હર ઘર તિરંગા સ્પર્ધાઓમાં ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલનો દબદબો

- text


માળીયા : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માળિયા તાલુકા કક્ષાની કલા ઉત્સવ અને હર ઘર તિરંગાની વિવિધ સ્પર્ધાઓ જુનાઘાટીલા હાઇસ્કુલ મુકામે યોજાઇ હતી.આ સ્પર્ધાઓમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન આપીને શાળાનું નામ અને ગામનું રોશન કર્યું છે.

સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ કલા ઉત્સવ અંતર્ગત માધ્યમિક વિભાગમાં સંગીત ગાયનમાં સુરેલા દેવરાજ પ્રથમ, સંગીત વાદનમાં જસાપરા ભવ્ય પ્રથમ, ઉચ્ચ માધ્યમિક વિભાગમાં સંગીત વાદનમાં વિડજા મીત પ્રથમ, બાળકવિમાં કાવર તૃષાલી બીજો નંબર મેળવેલ હતો.

આ ઉપરાંત હર ઘર તિરંગાની તાલુકા કક્ષાની સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધામાં સબાપરા હાર્વી પ્રથમ, દેશભક્તિ ગાયન સ્પર્ધામાં હાડગરા જીન્કલ પ્રથમ, ચાર્ટ પર તિરંગાના ઇતિહાસમાં જસાપરા વિરાલી પ્રથમ, નિબંધમાં સરાવાડીયા મસ્તી તૃતીય, વકૃત્વમાં દેત્રોજા સ્નેહા તૃતીય નંબર મેળવીને શાળાનું નામ અને ગામનું રોશન કર્યું હતું.

પ્રથમ નંબર મેળવેલ બધા વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાએ સ્પર્ધા માટે જશે. શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક સ્ટાફ ગણને અભિનંદન પાઠવ્યા છે. શાળા પરિવાર અને સરપંચ દ્વારા તમામ વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભકામના પાઠવી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

- text