બેસણામાં રક્તદાન કેમ્પ, રોપા વિતરણ

- text


મોરબીમાં સમાજને નવી રાહ ચિંધતો વિરમગામા પરિવાર

મોરબી : મોરબીમાં યોજાયેલા બેસણામાં મૃતકના પરિવારજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવાની સાથે ચોમાસામાં વૃક્ષારોપણ પ્રવૃત્તિને વેગવાન બનાવવા રોપાનું વિતરણ કરીને સમાજને એક નવી રાહ ચિંધી છે.

મૂળ માળિયા તાલુકાના સરવડ ગામના અને હાલ મોરબીની અવની ચોકડી પાસે રહેતા વજીબેન ચકુભાઈ વિરમગામાનું અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા શનાળા રોડ પર આવેલા શિવહોલ ખાતે બેસણું રાખવામાં આવ્યું હતું. જ્યા વિરમગામા પરિવાર દ્વારા બેસણાની સાથે સાથે રક્તદાન કેમ્પ અને રોપાનું વિતરણ કરવાનો પણ વિચાર અમલમાં મૂકીને લોકોને પ્રેરણા પૂરી પાડવાનું કામ કર્યું હતું.

- text

આ રક્તદાન કેમ્પમાં આશરે 25 લોકોએ રક્તદાન કર્યું હતું સાથે જ પર્યાવરણના જતન માટે જુદા જુદા વૃક્ષોના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આમ મૃતકના પરિવારજનો દુર્લભજીભાઈ ચકુભાઈ વિરમગામા, નરભેરામભાઈ ચકુભાઈ વિરમગામા, અશોકભાઈ ચકુભાઈ વિરમગામા અને વિપુલભાઈ ચકુભાઈ વિરમગામા અને તેઓના પરિવારે આ ઉત્કૃષ્ટ કાર્ય કરીને અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

- text