મોરબીમાં રવિવારે વિનામૂલ્યે રોપા વિતરણ 

- text


મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ, વન વિભાગ અને લિયો ક્લબ ઓફ મોરબી સીટી સ્પાર્કના સંયુક્ત ઉપક્રમે આયોજન

મોરબી : આગામી રવિવારે મોરબી ખાતે મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ, વન વિભાગ અને ઇન્ડિયન લાયન્સ કલબના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ, વન વિભાગ અને લિયો ક્લબ ઓફ મોરબી સીટી સ્પાર્કના સંયુક્ત ઉપક્રમે આગામી તા.31ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે સંદેશ ઓફિસ નીચે, કબીબી બેકરી પાસે, રામ ચોક નજીક, શનાળા રોડ, મોરબી ખાતે નિ:શુલ્ક સીતાફળ,જામફળ,દાડમ,જાંબુ,આંબલી,આમળા,લીમડો,કરંજ સહિતના રોપાનું વિતરણ કરવામાં આવશે.અત્રે નોંધવુ કે સોશિયલ ડિસ્ટન્સ સાથે રોપા વહેલા તે પહેલાના ધોરણે મળશે તેમજ એક વ્યક્તિને એક જ રોપ આપવામાં આવશે.

- text

- text