જામનગર બાંદ્રા એક્સપ્રેસ 2 ઓગસ્ટ સુધી આંશિક રદ : ટ્રેન બાંદ્રાથી અમદાવાદ સુધી જ દોડશે

- text


 

રાજકોટ : રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે જામનગર-બાંદ્રા અને બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ જેને 2 ઓગસ્ટ, 2022 સુધી સુરેન્દ્રનગર-બાંદ્રા વચ્ચે દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે હવે ટેકનિકલ કારણોસર અમદાવાદ-બાંદ્રા વચ્ચે ચલાવવામાં આવશે.

ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસને તારીખ 28.07.2022, 30.07.2022 અને 01.08.2022ના રોજ બાંદ્રાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- text

ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસને તારીખ 29.07.2022, 31.07.2022 અને 02.08.2022ના રોજ અમદાવાદથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે તંત્ર મુસાફરોને જણાવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text