મોરબી સિવિલમાં મૃત જન્મેલ બાળકીને તરછોડી માતા પલાયન

- text


 

સિક્યોરિટીનો અભાવ : બાથરૂમ જવાનું બહાનું કરીને માતા ઘરે ચાલી ગઈ

મોરબી : મોરબી સિવિલમાં મૃત જન્મેલ બાળકીને તરછોડી માતા પલાયન થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. બાથરૂમ જવાનું બહાનું કરીને માતા ઘરે ચાલી ગઈ સિક્યોરિટી ઉપર અનેક પ્રશ્નો સર્જાયા છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ખાનપરમાં રહેતા સુનિતાબેન રામુ નામના સગર્ભાને 6 મહિનાના ગર્ભ બાદ આજે તેમના ઘરે જ ડિલિવરી થઈ હતી. જ્યાં મૃત બાળકી જન્મી હતી. માતા અને તેમની મૃત બાળકીને સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં લઈ આવવામાં આવ્યા હતા. બાદમાં આ મૃત બાળકીને મૂકીને તેની માતા પલાયન થઈ ગઈ હતી.

- text

આ અંગે જાણ થતાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. આ ઘટનાથી સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી ઉપર સવાલ ઉભા થઇ રહ્યા છે. બીજી તરફ મૃત બાળકીની અંતિમવિધિ વગર જ તેને ત્યજી દેવામાં આવતા માતા ઉપર પણ ફિટકાર વર્ષી રહ્યો છે.

- text