આસ્વાદ પાન પાસેના રોડની વચ્ચોવચ જીવલેણ ગાબડા, તંત્ર ક્યારે જાગશે ?

- text


ખાડાને તારવવા જતા ટ્રાફિકજામ પણ સર્જાતો હોવાથી અકસ્માત અને ટ્રાફિકજામ ટાળવા તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માંગ

મોરબી : મોરબીમાં વરસાદ પછી ઘણા માર્ગોનું ધોવાણ થઈ ગયું છે. ત્યારે તંત્રએ રોડના રીપેરીંગ કામ શરૂ કર્યાના દાવાઓ માત્ર કાગળ પૂરતા રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મોરબીના અનેક મુખ્ય રસ્તાઓ પર હજુ મોટા મોટા ગાબડા યથાવત છે. જેમાં મોરબીના મચ્છીપીઠના ખૂણા પાસે આસ્વાદ પાનની સામે મસમોટો જીવલેણ ખાડો હોય વારંવાર આ ખાડામાં વાહનો ફસાઈ જતા હોવાની સ્થાનિકોએ ફરિયાદ ઉઠાવી ખાડાને તારવવા જતા ટ્રાફિકજામ પણ સર્જાતો હોવાથી અકસ્માત અને ટ્રાફિકજામ ટાળવા તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માંગ કરી છે.

મોરબીના મચ્છીપીઠના ખૂણા પાસે આસ્વાદ પાનની સામે રોડની વચ્ચોવચ મસમોટો જીવલેણ ખાડો હોવાથી આ ખાડો ગમે ત્યારે કોઈનો ભોગ લે એવી સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંયા હજારો વાહનો પસાર થાય છે. જેમાં ઘણા માલવાહક વાહનો પણ અવરજવર કરતા હોય હાલ આ ખાડામાં વરસાદી પાણી ભરેલા હોય એના કારણે આ ખાડામાં માલવાહક વાહનો ખાબકે છે.તેમજ અન્ય વાહનોના ટાયર પણ ખાડામાં ખૂપી જાય છે. બાદમાં મહામહેનતે વાહનો બહાર નીકળે છે. આ ખાડો જોખમી બની ગયો હોય વાહન ચાલકોની મુશ્કેલી દૂર થાય તે રીતે તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text