માળીયા (મિ.)ની રાસંગપર પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ

- text


માળીયા (મિ.): લોકશાહીમાં ચૂંટણી પ્રકિયાનું અનેરું મહત્વ છે. દેશનાં નાગરિકો ચૂંટણીની પ્રક્રિયા બાબતે જેટલાં જાગૃત બને તેટલી જ લોકશાહી મજબૂત બને. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ લોકશાહીનાં ભાવિ મતદાર છે. ત્યારે તેમને શાળા કક્ષાએથી જ ચૂંટણી પ્રકિયાનું જ્ઞાન મળે તેવા ઉમદા હેતુથી માળીયા મિયાણા તાલુકાની રાસંગપર પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી -2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પ્રક્રિયાનાં તમામ મહત્વના ભાગ જેવા કે જાહેરનામું, ઉમેદવારી પત્ર, ફોર્મ પરત ખેંચવા, ચૂંટણી સ્ટાફ, evm મશીન જેવા તમામ ઘટકોને ધ્યાનમાં રાખી આ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મતદાન કર્યુ હતું. ચૂંટણી સ્ટાફ તરીકે વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી હતી.

EVMનો પરિચય થાય એ માટે EVM appનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયામાં વિજેતા બનેલા વિદ્યાર્થી ઉમેદવાર હવે શાળામાં ચાલતી વિવિધ સમિતિના મંત્રી તરીકે કાર્ય કરશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાળકો માટે આનંદ સાથે જ્ઞાન આપનારી બની રહી હોવાનું શાળાનાં શિક્ષક રાજેશભાઈ રાઠોડ દ્વારા જણાવાયું હતું.

- text

- text